લગ્ન પછી પતિ પ્રિન્સ ની સાથે આ આલીશાન ઘર માં રહે છે યુવિકા ચૌધરી, જુઓ તસવીરો

લગ્ન પછી પતિ પ્રિન્સ ની સાથે આ આલીશાન ઘર માં રહે છે યુવિકા ચૌધરી, જુઓ તસવીરો

ટીવી અભિનેત્રી અને મોંડેલ યુવિકા ચૌધરી તેનો 37 મો જન્મદિવસ મનાવી રહી છે. જન્મદિવસ પ્રસંગે મોડી રાત્રે પતિ પ્રિંસે મુંબઈની એક હોટલમાં યુવિકા માટે સરપ્રાઈઝ પ્લાન કર્યો હતો, પ્રિન્સએ આ પ્રસંગની તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને તેની સુંદર પત્નીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

યુવિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને દરરોજ તેના ફોટા અને વીડિયો શેર કરે છે, જેમાં તેનું અદભૂત ઘર પણ બેકગ્રાઉન્ડમાં દેખાય છે. અહીં તે તેના પતિ પ્રિન્સ નરુલા સાથે રહે છે. તો આ ખાસ પ્રસંગે અમે તમને આ કપલનું ઘર દેખાડવા જઈ રહ્યા છીએ.

યુવિકા ચૌધરીએ બિગ બોસ 9 થી ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે. વર્ષ 2018 માં યુવિકાએ લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ પ્રિન્સ નરુલા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ આ દંપતી મુંબઇના લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે.

મુંબઈ સ્થિત યુવિકાના આ 2 બીએચકે ફ્લેટ્સ છે. તે મુંબઇના પોશ વિસ્તારમાં આવેલું છે. યુવિકાએ 50-60 ના એરાના લુકમાં પોતાનું ઘર ડેકોરેટ કર્યું છે.

આટલું જ નહીં, જ્યારે તે યુવિકાના ડ્રોઇંગ રૂમની વાત કરવામાં આવે છે, તો તેમણે તેમાં વાઈટ કલર નો સોફો અને દિવાલો મોટા પેઇન્ટિંગથી ઢંકાયેલી છે. એટલું જ નહીં, આ દિવાલો પર યુવિકા એ તેની અને પ્રિન્સની તસવીરોથી પણ શિલ્પિત કરી છે.

યુવિકાના ઘરની બાલ્કની વિશે વાત કરીએ તો તે તેણીની સુંદર જગ્યા છે જ્યાં તે કલાકો સુધી બહાર નો નજારો જોતી રહે છે. બાલ્કની ખૂબ જ સુંદર રીતે સજ્જ છે. તમે તેમની દિવાલો પર યુવિકા અને પ્રિન્સની તસવીરો પણ જોશો.

ઘર યુવિકા એ પોતાની અને પ્રિન્સની પસંદથી શણગારેલું છે. ઘરની અંદર ઘણાં ઇન્ડોર પ્લાન્ટ્સ પણ લગાવવામાં આવ્યા છે. આખા ઘરનો ઇન્ટિરિયર ડિજાઇન આ રીતે કરવામાં આવેલ છે.

પ્રિન્સ અને યુવિકાની લવ સ્ટોર વિશે વાત કરીએ તો તેમની પ્રેમ કહાની રિયાલિટી ટીવી શો બિગ બોસમાં શરૂ થઈ. અહીંથી જ બંને પ્રેમમાં પડ્યા અને બિગ બોસના ઘરની બહાર આવ્યા પછી પણ આ દંપતી સબંધોમાં રહ્યા. યુવિકા પ્રિન્સ કરતા 8 વર્ષ મોટી છે.

યુવિકાએ અસ્તિત્વ એક પ્રેમ કહાની, દફા 420, બિગ બોસ 9, ડર સબકો લગતા હૈ, યે વાદા રહા, અમ્મા, કુમકુમ ભાગ્ય, સાવન મહોત્સવ, લાલ ઇશ્ક, કિચન ચેમ્પિયન 5 જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *